Wednesday, December 23, 2009

હું વીસરી ગઈ છું

મારા હોઠોએ કોના હોઠોને ચૂમ્યા છે
હું વીસરી ગઈ છું અને કોના હસ્ત
મારા મસ્તકની નીચે હતા તેય હું
વીસરી ગઈ છું.
પણ ભૂતાવળભર્યો વરસાદ મારા
બારણે ટકોરા
દે છે અને નિ:શ્વાસ નાખે છે અને
જવાબની રાહ
જોતો ઊભો રહે છે અને મારા
હૈયામાં જાગે છે દારુણ
વ્યથા. ભુલાઈ ગયેલા કેટ્લાય
જુવાનડા હવે
મધ્યરાત્રિએ મને ઝંખતા કયારેય
નથી આવવાના.
શિશિરમાં ઊભું છે એકાકી વૃક્ષ
કેટકેટલાં પંખીઓ એક પછી એક
ઊડી ગયાં નથી જાણતું તે
પણ જાણે આજ એની ડાળીઓ છે
વિશેષ શાંત
હું નથી કહી શકતી કેવો સ્નેહ
આવ્યો અને ગયો
હું માત્ર એટલું જાણું છું કે મારામાં જે
વસંતનું
ગાન થોડા સમય પહેલાં ગૂંજતું હતું
તે હવે ગૂંજતું નથી.

No comments:

Post a Comment