ઉગમણી ધરતી ના દાદા, કોરા કાગળ આવ્યા રે,
એ રે કાગળ દાદા એ, ડેલી એ વંચાવ્યા રે.
કાકો વાંચે ને દાદો, રહ રહ રોવે રે;
ઉપર વાડે થી, તેજમલ ડોકાણા રે.
શીદ ને રોવો છો દાદા, શું છે અમને કે'જો રે;
દળ કટક આવ્યું દિકરી, વ્હારે કોણ ચડશે રે.
સાત સાત દિકરી એ દાદા, વાંઝીયા કે'વાણા રે;
હૈયે હિંમત રાખો દાદા, અમે વ્હારે ચડશુંરે.
હૈયે હિંમત રાખો દાદા, અમે વ્હારે ચડશુંરે.
Thursday, October 14, 2010
Subscribe to:
Posts (Atom)