ખોટી મથામણ કરી રહ્યો છે એ
દિલના અંગારા બુઝાવવા
બાકી એક ફૂંક મારી ..
ભડકો કરતાં વાર કેટલી ?
ઘણાં સમય પછી માંડ શાંત રહ્યું છે આ પાણી
બાકી આ રહ્યો કાંકરો હાથમાં
વમળો પેદા કરતાં વાર કેટલી?
તણખલું પકડી વર્ષોથી બચવા ફાંફાં મારે છે
બાકી દરિયો તો બહું ઊંડો છે
ડૂબતાં વાર કેટલી ?
જાણી જોઈને મૌન બની એ બેસી રહ્યો
બાકી ત્રણ શબ્દો જ છે
કહેવામાં વાર કેટલી ?
આ તો જીદ છે બસ ..
કે ખુશ થઈ સામેથી લઈ લે એ
બાકી ‘એને’ ઝૂંટવી લેતાં વાર કેટલી?
Wednesday, December 23, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment