Wednesday, December 23, 2009

ખરાછો તમે………

ઘડી માં રિસાવું! ખરાછો તમે,

ફરીથી મનાવું ! ખરાછો તમે,

હજી આવી બેઠા ને ઉભા થયા,

અમારાથી આવું ખરાછો તમે,

ન પૂછો કશુંયે ન બોલો કશું

અમસ્તા મુંઝાવું! ખરાછો તમે,

ન આવોછો મળવા, ન ઘરમાં રહો,

અમારે ક્યાં જાવું ખરાછો તમે….

No comments:

Post a Comment