Wednesday, December 23, 2009

“તમારી મિત્રતા”

ખયાલછે બસ દિલમાં તમારો જ,
આસરો બસ હવે મિત્ર તમારો જ,
વિસરાય નહિ કદિ મિત્રતા તમારી,
વિસરાય ભલે આ દુનિયા નઠારી,
છે બસ નિઃસ્વાથૅ પ્રેમ જ આ આપનો
માત્ર આપણ ને જ સાંપડ્યો.
કરુછું અર્પણ આ પ્રભુને એમ કહી ને,
કે દેજે આવા મિત્ર સહુને,
દિવા લઇને શોધતા ન મળે મિત્રતા,
એ મળીછે મને આપની દયાથી,
બસ ભેટ માંજ,
બસ, આટલુ કહી ને અહિં જ વિરમું છું,
કે ધન્ય થયી એવી હું ગર્વનો આનંદ અનુભવુંછું,

મિત્રો તો બહુ મલ્યા પણ તમારા જેવા નહીં,
વ્હાલા તો સહુ લાગ્યા, પણ જીવન જેવા નહીં.

ચાહવામાં કશું ખોઇ બેઠાં

ચાહવામાં કશું ખોઇ બેઠાં

હતા બે’ક આંસુ અને રોઇ બેઠાં

કર્યુ વ્હાલથી મેંશનું તેં જે ટપકું

અમે ડાઘ ધારી અને ધોઇ બેઠાં

બધા શે’ર તારી સ્તુતિ થઇ ગયા છે

અમે આ ગઝલમાં તને જોઇ બઠાં_

ફુલ અમને ગમતા નથિ

ફુલ અમને ગમતા નથિ,
કાંટા પર અમને મમતા નથિ,
ગમ્યા છે અમને પર્વતો જે,કોઇ નિ આગળ નમતા નથિ,
બીજી ગમી છે દોસ્તિ તમારી ,
કે
જેને તોડવાની પર્વતો મા પણ ક્ષમતા નથી

‘પહેલો પ્રેમ અધુરો રહી ગયો

ખબર નથી એને હું શું કહી ગયો
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે..
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો
બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં….
બધુ જ ચુપચાપ સહી ગયો..
સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને,
બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો,
મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું
નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો,
રડાવી જાય છે ક્યારેક એની યાદ મને…
કારણ કે મારો ‘પહેલો પ્રેમ અધુરો રહી ગયો

ખરાછો તમે………

ઘડી માં રિસાવું! ખરાછો તમે,

ફરીથી મનાવું ! ખરાછો તમે,

હજી આવી બેઠા ને ઉભા થયા,

અમારાથી આવું ખરાછો તમે,

ન પૂછો કશુંયે ન બોલો કશું

અમસ્તા મુંઝાવું! ખરાછો તમે,

ન આવોછો મળવા, ન ઘરમાં રહો,

અમારે ક્યાં જાવું ખરાછો તમે….

ખોટું સ્વર્ગ

(નોંધ : કવિવર રવીન્દ્રનાથ ટાગોરની આ કૃતિ જીવનનો ખૂબ ઊંડો સંદેશ આપે છે. આપણે ફકત એવા જ કામ કરીએ છીએ જેનો કંઈક અર્થ હોય છે અને તેના પરિણામે જીવનનો અર્થ ગુમાવી દઈએ છીએ ! બાળક હંમેશા પ્રસન્ન રહી શકે છે કારણ કે એને કશું કરવા પાછળ કોઈ અર્થ હોતો નથી. કુદરત આ બોધપાઠ સૌને શીખવવા માટે ઉપરોક્ત કથા જેવા કેટલાક ઓલિયા માણસોને આ ધરતી પર મોકલી આપે છે પરંતુ આપણે તો એવા કામગરા છીએ કે કંઈક લાભ થાય એવો ન હોય તો એવી પ્રવૃત્તિ તરફ નજર સુદ્ધાં કરવાની ફુરસદ હોતી નથી. કાશ આપણને ગાવાની ફુરસદ મળે, કાશ કોઈકના ખોળે માથું મૂકી રડી શકીએ, કાશ આપણી પાસે એટલો સમય રહે કે જેથી આપણે કશાજ અર્થ વગર કશુંક કરીએ. જો આપણે એમ નહીં કરી શકીએ તો આપણી પાસે સ્વર્ગ સમાન સુખ-સગવડનાં સાધનો તો હશે, પણ અંતે એ છે તો ખોટું સ્વર્ગ !)

એ માણસ તદ્દન બેકાર હતો. તેને કૈં પણ કામ નહોતું; માત્ર જાતજાતના શોખ હતા. લાકડાના નાના ચોકઠા પર માટી ઢાળી તેના પર છીપલાંઓની એ સજાવટ કરતો. દૂરથી જોઈએ તો લાગે કે જાણે એક ગાંડીઘેલી છબિ છે, તેની અંદર પંખીનું ટોળું છે; અથવા જાણે ખાડાટેકરાવાળું ખેતર છે, ત્યાં ગાયો ચરે છે; અથવા ઊંચોનીચો પહાડ છે, તેના પર થઈને પેલું ઝરણું વહેતું હશે, અથવા પગરસ્તો યે હોય.

ઘરના લોકો આગળ તેની શરમનો કૈં પાર નહોતો. કોઈકોઈ વાર તે પ્રતિજ્ઞા લેતો કે ગાંડપણ છોડી દઈશ. પણ ગાંડપણ તેને છોડતું નહિ ! કોઈ કોઈ છોકરાઓ એવા હોય છે જે આખું યે વર્ષ રખડે અને છતાં ય પરીક્ષામાં અમસ્તા જ પાસ થઈ જાય. આની પણ એવી જ દશા થઈ. આખું યે જીવન કામકાજ વિના ગયું અને છતાં ય મૃત્યુ બાદ ખબર મળ્યા કે તેનું સ્વર્ગે જવાનું મંજૂર થઈ ગયું છે. પરંતુ વિધિ સ્વર્ગને રસ્તે ય મનુષ્યનો સાથ છોડતી નથી. દૂતો ભૂલથી તેને કામગરા લોકોના સ્વર્ગમાં મૂકી આવ્યા !

કામગરા એટલે સતત કામ કરનારા લોકોનું સ્વર્ગ. આ સ્વર્ગમાં બધું જ છે, કેવળ ફૂરસદ નથી. અહીંયા પુરુષો કહે છે : ‘શ્વાસ લેવાનો ય વખત ક્યાં છે ?’ સ્ત્રીઓ કહે છે : ‘બાઈ, કેટલું ય કામ હજુ પડ્યું છે.’ બધા ય કહે છે, ‘સમયનું મૂલ્ય છે.’ પણ કોઈ એમ નથી કહેતું કે, ‘સમય અમૂલ્ય છે.’ …. ‘હવે તો નથી થતું’ એમ કહી બધા ફરિયાદ કરે છે, અને ભારે ખુશી થાય છે. ‘કામ કરી કરીને હેરાન થઈ ગયા.’ એવી ફરિયાદ એ જ ત્યાંનું સંગીત છે. આ નવા આવેલા બિચારાને ક્યાંય જગ્યા મળતી નથી; ક્યાંય એનો મેળ ખાતો નથી. રસ્તામાં અન્યમનસ્ક થઈને ચાલે છે તેથી કામગરા લોકોનો રસ્તો રોકાય છે. ચાદર પાથરીને જ્યાંત્યાં આરામથી બેસવા જાય છે, ત્યાં ત્યાં કોઈ સંભળાવે છે કે એ જ જગ્યાએ ધાન્યનું ખેતર છે અને બી વવાઈ ગયાં છે. તેને વારે-વારે ઊઠી જવું પડે છે, ચાલ્યા જવું પડે છે.

એક ભારે ઘાંઘી સ્ત્રી સ્વર્ગના ઝરણામાંથી રોજ પાણી ભરવા આવે છે. રસ્તા પર થઈને તે ચાલી જાય છે – જાણે સિતારની દ્રુત તાલની ગત ન હોય ! ઉતાવળમાં તેણે છૂટી ગયેલો અંબોડો બાંધી લીધો છે; તો યે બેચાર છૂટી લટો કપાળ ઉપર ઝૂકીને તેની આંખોની કાળી કીકી જોવા માટે ડોકાય છે. સ્વર્ગનો એ બેકાર માણસ એક બાજુએ ઊભો હતો – ચંચલ ઝરણાને કાંઠે તમાલ વૃક્ષની જેમ સ્થિર થઈને. બારીમાંથી ભિખારીને જોઈને રાજકન્યાને જેમ દયા આવે છે, તેમ જ એને જોઈને પેલી સ્ત્રીને દયા આવી :
‘અરે રે, તારે કશું કામ નથી કે શું ?’
નિસાસો નાખીને બેકારે કહ્યું : ‘કામ કરવાનો વખત નથી.’
પેલી સ્ત્રી એની વાત જરાય સમજી શકી નહિ અને કહ્યું : ‘મારી પાસેથી કાંઈ કામ જોઈએ છે ?’
બેકારે કહ્યું : ‘તમારી પાસેથી કામ લેવા માટે તો ઊભો છું.’
‘શું કામ દઉં ?’
‘તું જે ઘડો કાંખે રાખીને પાણી ભરી લઈ જાય છે, તેમાંનો એક જો મને આપે ને….’
‘ઘડો લઈને શું કરવું છે ? પાણી ભરવું છે ?’
‘ના, હું તેના પર ચિતરામણ કરીશ.’
સ્ત્રી ખિજાઈને બોલી, ‘મને વખત નથી. હું તો આ ચાલી.’ પણ બેકાર લોકોને કામગરા લોકો કેમ પહોંચી શકે ? રોજ એમનો ઝરણાને કાંઠે ભેટો થાય, ને રોજ એક જ વાત : તારી કાંખે છે તે ઘડો દે, તેના પર ચીતરવું છે.’ અંતે એક દિવસ પેલીએ હાર માની. ઘડો આપ્યો.

પેલો બેકાર તેની ફરતે ચીતરવા લાગ્યો. કેટલાય રંગના પાક ને કેટલીય રેખાઓવાળાં ઘર અને ઘણું બધું. ચીતરવાનું પૂરું થયું એટલે પેલી સ્ત્રીએ ઘડો લઈને ફેરવી ફેરવીને જોયું. ભવાં ચડાવીને પૂછ્યું :
‘આનો અર્થ ?’
બેકાર માણસે કહ્યું : ‘એનો કાંઈ જ અર્થ નથી.’ ઘડો લઈને સ્ત્રી ઘેર ગઈ. બધાયની નજરથી દૂર બેસી તેને તે જુદાજુદા તેજમાં અનેક રીતે આડોઅવળો ફેરવીને જોવા લાગી. રાત્રે રહીરહીને પથારી છોડીને, દીવો કરીને, ચૂપકીદીથી બેસીને તે ચિત્ર જોવા લાગી. તેની ઉંમરમાં આજ તેણે પ્રથમ એવું કૈંક જોયું જેનો કૈં અર્થ જ ન હોય !

બીજે દિવસે જ્યારે તે ઝરણાકાંઠે આવી ત્યારે તેના બે પગની એકાગ્રતામાં જાણે કૈંક ભંગ પડી ગયો છે. બંને પગો જાણે ચાલતાચાલતા અન્યમના થઈને વિચારે છે. જે વિચારે છે તેનો કાંઈ અર્થ નથી. તે દિવસે પણ બેકાર માણસ એક બાજુએ ઊભો હતો.
પેલી સ્ત્રી બોલી : ‘શું જોઈએ છે ?’
‘તારી પાસેથી હજુ કામ જોઈએ છે.’
‘કયું કામ દઉં ?’
‘જો રાજી હો તો રંગીન સૂતરને વણીવણીને તારી વેણી બાંધવાની દોરી તૈયાર કરી દઉં.’
‘એથી શો લાભ ?’
‘કંઈ જ નહિ.’
જુદા જુદા રંગની, ભાતભાતની કારીગરીવાળી દોરી તૈયાર થઈ. હવેથી અરીસો હાથમાં રાખીને વેણી બાંધતાં એ સ્ત્રીને ખૂબ વખત લાગે છે. કામ પડી રહે છે, વખત વહ્યો જાય છે.

અહીં જોતજોતામાં કામગરા સ્વર્ગના કામમાં મોટું અંતર પડવા લાગ્યું. રુદનથી અને ગીતથી એ અંતર ભરાઈ ગયું. સ્વર્ગના પીઢ લોકો ખૂબ ચિંતામાં પડી ગયા. સભા બોલાવી. તેઓએ કહ્યું, ‘અહીંના ઈતિહાસમાં કોઈ વાર આવું બન્યું નથી.’ સ્વર્ગના દૂતે આવી અપરાધનો સ્વીકાર કર્યો. તેણે કહ્યું, ‘હું ખોટા માણસને ખોટા સ્વર્ગમાં લાવ્યો છું.’ તે ખોટા માણસને તરત સભામાં બોલાવવામાં આવ્યો. તેનો રંગીન સાફો અને કમરબંધની શોભા જોઈને બધા સમજી ગયા કે ગજબનાક ભૂલ થઈ છે !
સભાપતિએ તેને કહ્યું : ‘તારે પૃથ્વીમાં પાછા જવું પડશે.’
તે તેની રંગીન થેલી અને પીછીને કમ્મરે ખોસી છુટકારાનો દમ મેલીને બોલ્યો, ‘તે આ ચાલ્યો.’
પેલી સ્ત્રી આવીને બોલી, ‘હું યે જઈશ.’
બુઢ્ઢા સભાપતિ કોણ જાણે કેમ અન્યમનસ્ક થઈ ગયા. આ તેમણે પહેલી જ વાર એવી એક વાત જોઈ જેનો કશો અર્થ નહોતો !

Kitne jaldi yeh mulakat guzar jati hai

Kitne jaldi yeh mulakat guzar jati hai,

Pyaas bujhti nahin ki barsaat guzar jati hai.

Apni yadon se kaho ki yun na sataya kare,

Neend aati nahin aur raat guzar jati hai

Ek ada aapke dil churane ki,

Ek ada aapke dil me bus jane ki,

Chehra apka chand sa pyara,

Ek zid hamari chand pane ki.

Zikar hua jab Khuda ki rehmaton ka,

Hamne khud ko khushnaseeb paya,

Tamanna thi ek pyare se dost ki,

Khuda khud dost bankar chala aaya

Keep Smiling,

MiSsing TumKo Frend…….

A friend is

friend is
Someone who cares about you,
Someone who likes you just the way you are.

A friend is
Someone who does things with you,
Someone who keeps your secrets.

A friend is
Someone who sometimes gets angry with you,
Someone who might hurt your feelings sometimes
even when they don’t mean to.

A friend is
Someone who comforts you when you’re sad,
Someone who laughs with you when you’re happy.

A friend is
Someone who wants to be with you,
Someone who enjoys your company.

A friend is
Someone you’ll remember always
Even when they grow up and move away.

A friend is
Someone who is loyal and says good things about you,
Someone who gets mad if someone else is mean to you.

A friend is
A link to someone’s humanity like food for the soul to share,
Someone to hold onto when life’s follies bring despair.

A friend is
F-frank, R-righteous, I-intrepid, E-earnest, N-noble, D-decent
A friend is a friend…….

ન કર

સ્થિર જળ સાથે અટકચાળા ન કર
કાંકરા નાખીને કૂંડાળા ન કર

લોક દિવાળી ભલેને ઊજવે
પેટ બાળીને તું અજવાળા ન કર

આજથી ગણ આવનારી કાલને
પાછલાં વરસોના સરવાળા ન કર

ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે
ઈંટને તોડીને ઢેખાળા ન કર

થઈ શકે તો રૂબરૂ આવીને મળ
ઊંઘમાં આવીને ગોટાળા ન કર

હું વીસરી ગઈ છું

મારા હોઠોએ કોના હોઠોને ચૂમ્યા છે
હું વીસરી ગઈ છું અને કોના હસ્ત
મારા મસ્તકની નીચે હતા તેય હું
વીસરી ગઈ છું.
પણ ભૂતાવળભર્યો વરસાદ મારા
બારણે ટકોરા
દે છે અને નિ:શ્વાસ નાખે છે અને
જવાબની રાહ
જોતો ઊભો રહે છે અને મારા
હૈયામાં જાગે છે દારુણ
વ્યથા. ભુલાઈ ગયેલા કેટ્લાય
જુવાનડા હવે
મધ્યરાત્રિએ મને ઝંખતા કયારેય
નથી આવવાના.
શિશિરમાં ઊભું છે એકાકી વૃક્ષ
કેટકેટલાં પંખીઓ એક પછી એક
ઊડી ગયાં નથી જાણતું તે
પણ જાણે આજ એની ડાળીઓ છે
વિશેષ શાંત
હું નથી કહી શકતી કેવો સ્નેહ
આવ્યો અને ગયો
હું માત્ર એટલું જાણું છું કે મારામાં જે
વસંતનું
ગાન થોડા સમય પહેલાં ગૂંજતું હતું
તે હવે ગૂંજતું નથી.

જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’,

જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’,
સાચ્ચું કહું છું ‘બોસ’, આપણને વાત જરાય ના ગમી.
પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
સવારમાં તો ફ્રેન્ડશિપ કરે, ને સાંજ પડતાંમાં કટ્ટી.
ઘર સ્કૂલોમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ.
દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન),
કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન.
શિક્ષણ કે sick ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે ?
એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે ?
ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ ?
મા સરસ્વતી ! ત્રાહિમામ ! ત્રાહિમામ ! ત્રાહિમામ ……

વાર કેટલી ?

ખોટી મથામણ કરી રહ્યો છે એ
દિલના અંગારા બુઝાવવા
બાકી એક ફૂંક મારી ..
ભડકો કરતાં વાર કેટલી ?

ઘણાં સમય પછી માંડ શાંત રહ્યું છે આ પાણી
બાકી આ રહ્યો કાંકરો હાથમાં
વમળો પેદા કરતાં વાર કેટલી?

તણખલું પકડી વર્ષોથી બચવા ફાંફાં મારે છે
બાકી દરિયો તો બહું ઊંડો છે
ડૂબતાં વાર કેટલી ?

જાણી જોઈને મૌન બની એ બેસી રહ્યો
બાકી ત્રણ શબ્દો જ છે
કહેવામાં વાર કેટલી ?

આ તો જીદ છે બસ ..
કે ખુશ થઈ સામેથી લઈ લે એ
બાકી ‘એને’ ઝૂંટવી લેતાં વાર કેટલી?

કોણે કીધું દુઃખની ભાષા રુદન છે

કોણે કીધું દુઃખની ભાષા રુદન છે
એ મારું હસવું પણ હોઇ શકે ..
‘નભ-ધરા’ તમારા માટે કવિતાના શબ્દો છે,
કોઈકનું તે ‘ઘર’ પણ હોઈ શકે !

સવાર ઊગે છે ને સાંજ ઢળે છે,
અત્યંત સ્વાભાવિક આ દિવસ છે
કોઈકને ઝૂરતી આંખો કંઈક બોલે છે
તેને માટે તે આખું વર્ષ પણ હોઈ શકે !

લખવો ને બોલવો સહેલો છે
અઢી અક્ષરનો એ શબ્દ છે
જરા એને દિલમાં ઉતારી જોજે
કદાચ કેટલીય જિંદગીઓ
એમાં સમેટાયેલી પણ હોઈ શકે?

તે ભાગે છે, પેલો દોડે છે
શું બસ આ જ જિંદગી છે..
આવી જાય હાથમાં ત્યારે આંખ ઉઘાડજે
કદાચ એ તારું સપનું પણ હોઈ શકે !

એક વાર મેં ભરબપોરે તારી સાથે પ્રેમનો એકરાર કર્યો હતો.

વર્ષો પહેલાંની વાત છે.
એક વાર મેં ભરબપોરે
તારી સાથે પ્રેમનો એકરાર કર્યો હતો.
મને તો મળ્યું હતું કેવળ સ્મિત
તારી સંમતિના પ્રતીક જેવું.
પછી તો સાંજ પાછી સાંજ
આપણે હળતાં રહ્યાં, મળતાં રહ્યાં
એકમેકમાં ઓગળતાં ગયાં
નદીનો કાંઠો, લીલુંછમ ઘાસ
સરોવરમાં તરતા હંસ
ડામરની કાળી સડક
સડક પરથી પસાર થતાં
વાહનો
બધું જ આપણને ચિક્કાર
ગમતું હતું
આપણી હથેળીમાં
જાણે કે આખું વિશ્વ.
હવે હથેળીમા જોંઉ છું
તો દેખાય છે માત્ર
આડીઅવળી હસ્તરેખાઓ
અને એમાં ખોવાઈ ગયેલો તું
એકલી રહેલી હું.
તું તુંના બંને કાંઠાની વચ્ચે
નદી સુકાઈ ગઈ છે
અને ઘાસ પીળું પડી ગયું છે.

શ્યામ મારો આ કોરો કાગળ

શ્યામ મારો આ કોરો કાગળ
એમાં દોરો તમે કુંડળી
અને કહો કે મળશું ક્યારે ?
કૈં કેટલા ઘોંઘાટના અહી ઘૂંઘટપટ રે ઢળ્યા
એને તમે કહો ખોલશો ક્યારે ?

રાહુ ચંદ્ર્ને ગળી જાય તો
તમે ઝૂલશો મારે માથે
શરદપૂનમનું આભ થઈને
એવું વચન તો આપો.

સૂર્ય, ગુરુ કે કેતુ મંગળ :
અમને કાંઈ સમજ નહીં.
ગ્રહો વિરહના ટળશે
એવું આશ્વાસન તો આપો.

એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર
અને બળવાન શુક્રને કરો.
મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે ?
-તમે અમારું ભાવિ કહેશો ક્યારે ?

શ્યામ તમે પણ સાંચુ કહેજો
તમને પણ અમને મળવાનું
મન કદીયે થા’ય ખરુ કે નહીં ?
અમે તમારી આગળપાછળ
આમતેમ બસ ભટક્યા કરીએ
તમને પણ ક્યાંક ઊભા રહીને
આંખોમાં આંખો રોપીને
માનમલાજો મર્યાદાને લોપી દઈને
ગોપીનાં આ લોચનને જલ ડૂબી જવાનું
મન કદીયે થાય ખરુ કે નહીં ?

શ્યામ તમારી સાથે મારે
ક્યા જનમની સગાઈ થઈ છે
ને ક્યા જનમમાં સગપણ ફળશે
રે, ક્યાં લગી આ જીવ ટ્ળવળશે
–મને કૈં કહેશો ક્યારે ?

ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

આપણે આપણી રીતે રહેવું :
ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
ફૂલની જેવું ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું,
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રુપ ભૂલવું.
મૂંગા થઈને સહેવું અને કહેંવું હોય તો પંખીની જેમ કહેવું !
ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
પગલાં ભૂસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું.
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું.
લેવુંદેવું કાંઈ કશું નહીં : કેવળ હોવું : એ જ તો રહેવું :
ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ડાઘુ

* એ લોકો કોઈને બાળવા નીકળેલા પણ
પાછા ફર્યો ત્યારે
તેઓ બળતા હતા.
થોડોક ધૂમાડો જ બચ્યો હતો.
એમની પાસે !

* સૂરજની ધગધગતી દોણી લઈને
પહાડ નીકળ્યો છે.
અ.સૌ. સાંજના શબને
અગ્નિદાહ દેવા
આકાશના કિનારે……..

* એક ડાઘુએ બીજાને પૂછ્યું,
‘તને મરણનો ડર લાગે છે ?’
બીજાએ માથું ધુણાવ્યું એટલીવારમાં
બંને વચ્ચેથી પસાર થઈ ગયો
4000 વોલ્ટનો એક ધ્રાસકો.

* સ્મશાન પાસે
આવેલી કીટલી પર
બેઠેલા ડાધુઓએ
ચાનો એક ઘૂંટ માર્યો ત્યાં તો–
શરુ થઈ ગયું જીવન
ખીજડાના ઝાડ પર !

* ડૂસકાંઓનું એક ટોળું લઈને
ગયેલા ડાઘુઓ
જ્યારે પાછા ફર્યા ત્યારે–
એમની સાથે હતી
સ્મશાનની શાંતિ.

“આકાશમાં જૂઠાં વાદળાં છે, પણ વરસાદ નથી.

“આકાશમાં જૂઠાં વાદળાં છે, પણ વરસાદ નથી.

નળના કાટ ખાધેલા પાઈપમાં

અંધારું ટૂંટિયું વળીને બેઠું છે.

નપાવટ માનવજાત સામેના વિરોધમાં

પાણી હડતાળ પર ગયું છે.
કોઈ ધોતું નથી.

આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?

સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને

આકાશને તાકતા બેસી પડ્યા છે.

કોઈના ભયથી જેમ દૂઝણી ગાય

દૂધ ચોરી જાય એમ આકાશ

આજે પાણી ચોરી ગયું છે.

આ મેલખાઉ હાથ દુવા માગવા

કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?

શું વરસાદ આપણા કરોડો ગુનાઓને

માફ કરવાના મૂડમાં નથી ?

મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.”

જીવનની મૌલિકતા

ભવિષ્ય ના વિચારો માત્ર સ્વપ્ન છે, જે જીવનને આપણે હજુ જીવ્યુ નથી, જાણ્યુ નથી, અનુભવ્યુનથી, અએન વિચારો કરવાથી શું મળશે? જીવનની મૌલિકતાતો વિચારોમાં નહિં, પણ અનુભવમાં છે.

ખરો શુરવીર

સંજોગો સામે લડવા માટે માણસે માત્ર પોતાની જાત પર શ્રધ્ધા, કેળવવાની જરુર છે. ભગવાન બધાને એટલીજ મુસીબતો અને સમસ્યાઓ આપેછે, જેટલી માણસ સહન કરી શકે.

પરન્તુ, કેટલાક માણસો આવી સમસ્યા સામે થાકી જાયછે, હારી જાયછે અને હથિયાર હેઠા મુકી દે છે.

જે માણસ નક્કી કરેછે કે, હું દરેક સંજોગોનો, દરેક સમસ્યાનો અને દરેક પરિસ્થિતિનો સામનો કરીશ, તે માણસ જ ખરો શુરવીર છે. અને વિજય હંમે શા શુરવીરોનાં નસીબમાં જ લખાયેલો હોયછે.

ઉદારતા - દાન

ઉદારતા વધુ આપવામાં નહીં, પરન્તુ સમયસર આપવામાં રહેલી છે અને “આપવા” નો અથૅ ફક્ત કોઇ વસ્તુ આપવા પુરતો નથી.

મધુર સ્મિત, પ્રેમાળ વાણી અને લાગણીભરેલો સ્પર્શ-એ પણ એક જાત નું દાન જ છે.

એક માણસ ભિખારી ને આપવા માટે પોતાના ખિસ્સામાં કાંઇ જ ન હોવાને કારણે એની સાથે હાથ મિલાવે છે, ત્યારે ભિખારી હસી ને કહેછે કે, આ પણ એક દાન જ છે ને!

એ પ્રેમ છે.

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

હેલોવીન સ્પેશીયલ

( આ વાર્તા સાચી છે કે કેમ તેની મને ખબર નથી. પણ તે અસરકારક જરુર છે. )

ઘણા વખત પહેલાં, એક દીવસ અમેરીકાના મીઝોરી રાજ્યના પાટનગર સેન્ટ લુઈની એક કમ્પનીમાં કામ કરતા માણસો બપોરના જમણ પછી પાછા આવ્યા; ત્યારે નોટીસબોર્ડ ઉપર એક નોટીસ મુકેલી તેમણે જોઈ.

એ નોટીસમાં લખ્યું હતું ,

” તમારા વીકાસની આડે અત્યાર સુધી કમ્પનીની જે વ્યક્તી આવતી હતી; તેનું ગઈકાલે અકાળ અવસાન થયું છે. કસરત માટેના હોલમાં તેની અંતીમ ક્રીયાની વ્યવસ્થા કરાઈ છે. તેના અંતીમ દર્શન કરી તેને છેલ્લું માન આપવા, સૌએ ત્યાં રીસેસ પતે તે બાદ ભેગા થવાનું છે.”

એક સાથી કામદારનું મૃત્યુ થયાના આ સમાચારે, પહેલાં તો બધાંને સ્વાભાવીક રીતે દુખ થયું. પણ પછી આ વ્યક્તી કોણ છે તે જાણવાની બધાંને ઈંતેજારી પણ થઈ. બધા કસરતના હોલમાં એ વ્યક્તીને માન આપવા ભેગા થવા માંડ્યા. જેમ જેમ હાજરી વધતી ગઈ; તેમ તેમ સૌની ઈંતેજારી પણ વધતી ગઈ.

‘ એવું કોણ હતું કે જે આપણા વીકાસની આડે આવતું હતું? ચાલો હવે તે વ્યક્તી અવલ ધામ પહોંચી ગઈ, તે તો સારું જ થહ્યું ! ’ બધાંના મનમાં આ જ વીચાર ચાલતો હતો.

બધા એકઠા થયા બાદ કમ્પનીના વડાએ કહ્યું. “કોફીન પાસે વારાફરતી એક એક જણ આવે અને ગુજરી જનારના દર્શન કરી, પોતપોતાની જગ્યાએ જાય.“

ટાંકણી પણ પડે તો સંભળાય તેવા સાર્વજનીક મૌનની વચ્ચે, એક એક વ્યક્તી, તે કોફીનના ખુલા રાખેલા ઢાંકણા પાસે જવા માંડી અને કોફીનમાં નજર નાંખી; અવાક બની પોતાના સ્થાને જવા રવાના થઈ. બધાં વીચાર કરતાં થઈ ગયાં હતાં.

કોફીનની અંદર એક આરસી રાખેલી હતી! સૌને એમાં પોતાનું ‘ ભુત ‘ દેખાયું !!

એની બાજુમાં એક બોર્ડ ઉપર લખેલું હતું,

“આ એક જ વ્યક્તી એવી છે; જે તમારા વીકાસની મર્યાદા આંકે છે અને તમારી સૌથી વધારે આડે આવે છે!

તે તમે જ છો!

આ જ એકમાત્ર વ્યક્તી છે; જે તમારા જીવનમાં આમુલ પરીવર્તન લાવી શકે છે. તમે જ તમારા સુખ કે દુખને સરજી શકો છો; અને તમારી સફળતા સીધ્ધ કરી શકો છો. તમે જ એકલા તમારી પોતાની મદદ કરી શકો તેમ છો. તમારા ઉપરી, તમારા મીત્રો, તમારા માબાપ, તમારા જીવનસાથી કે તમારી કમ્પની બદલાય તેના માત્રથી તમારી જીંદગી ખાસ બદલાઈ જતી નથી. જ્યારે તમે બદલાઓ છો; ત્યારે જ તમારી જીંદગી બદલાઈ જતી હોય છે.

જ્યારે તમે તમારી માન્યતાઓથી ઉપરવટ જઈને વીચારવા લાગો; ત્યારે જ તમને પ્રતીતી થશે કે, એક માત્ર તમે જ તમારા જીવન માટે જવાબદાર છો.

તમારા બધા સંબંધોમાં સૌથી વધારે અગત્યનો સંબંધ, તમારી જાત સાથેનો તમારો સંબંધ છે. “

Humne Socha Tha………..

humne socha tha unhe apna baana lenge….
unki bahoon mein zindagi guzar lenge…..
par hume kya pata tha aisa bhi hoga…..
jisse pyar kiya humne woh phir door hoga…..

hume aapse mohabat tho bhut hai……..
par apni taqdeer se daar lagta hai……..
har waqt yeh hota hai mere saath……..
hum jisse pyar karte hai woh ho
jaate hai humse door…….

Daar lagta hai hume apni Kismat se……..
kya pata hum kaal kissi se door hojaye…..
hum aapse door tho jaana nahi chate……
par kya pata kismat hume aapse door lejayegi……