Tuesday, December 22, 2009

................તોય ઘણું છે.

આ આડંબરી દુનિયામાં,
સાદુ જીવન જીવવામળે તોય ઘણું છે,
આ હરિફાઇ વાળી દુનિયામાં,
જ્યાં સગા સંબંધી સાથ ન આપે,
ત્યાં સાચો મિત્ર મળે તોય ઘણું છે,
કળિયુગની આ દુનિયામાં,
દેવી - દેવતાઓ થયા છે ગુમ!
ત્યાં સાચો સંત મળે તોય ઘણું છે.
આ જ્ન્મ-મરણ ની દુનિયામાં,
ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ જવાના,
તેવી આ દુનિયામાં,
ઇજ્જ્ત નું કફન મળે તોય ઘણું છે.

........તો મને યાદ કરજો તમે.

ક્યારેક એક્લતા જો કોરી ખાય,

નિંદર તમારી વેરણ થાય તો મને યાદ કરજો તમે,

સુદુર સંભળાતા કોયલના સુર,

વસંત નો વ્હેતો શિતળ સમીર,

હ્રદયમાં જો જગવે પિડા ની લ્હેર,

તો મને યાદ કરજો તમે,

લીલાછમ પાંદડે હસતું ઝાકળ,

નેહ વરસાવતું કાજળિયું વાદળ,

કરી દે જો તમને વેદનાથી વિહ્વળ,

તો મને યાદ કરજો તમે

નિકટ નું સ્વજન્ જો દિલ ક્યાંક તોડે,

અડધી સફરે જો સંગસાથ છોડે,

તો મને યાદ કરજો તમે,

આવકારો મીઠો આપજે

આવકારો મીઠો આપજે

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,આવકારો મીઠો...આપજે રે જી...
તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું...કાપજે રે જી...
માનવીની પાસે કોઈ... માનવી ન આવે...રે...,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે - આવકારો મીઠો...આપજે રે...જી...
કેમ તમે આવ્યા છો ? ...એમ નવ કે'જે રે...,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે - આવકારો મીઠો...આપજે રે...જી...
વાતું એની સાંભળીને... આડું નવ જોજે... રે...,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે - આવકારો મીઠો...આપજે રે...જી...
'કાગ' એને પાણી પાજે.. સાથે બેસી ખાજે...રે....,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે - આવકારો મીઠો...આપજે રે...જી...

મૌન જવાળામુખી - વેદના - સંવેદના

મૌન જવાળામુખી

વેદના - સંવેદના

કોઇક ને જ્યારે ઘણું બધું કહેવાની
ઇચ્છા ના સાગરને જ્યારે,
હું મારી અંદરજ સમાવી લઉં છું ત્યારે,
અશ્રુઓ જ્વાળા મુખી બની જાય છે.

નથી અંદર રહી શકતા.
નથી બહાર નીકળી શકતા.

ખબર નથી મને પણ એ ક્યારે ફાટશે?

પણ એટલો વિશ્વાસ છે,

કે
જ્યારે એ ફાટશે ત્યારે હું,

આ વિશાળ વિશ્વના કોઇ દરિયા કિનારે,

નદિ કિનારે,

કે પછી અગાસી પરથી દેખાતા

સૂર્ય ના અંતિમ કિરણો સામે ઉભી હોઇશ.

કોઇ માનવી સામે તો નહિં જ............!!!!!!!

જીંદગી ની આ અવિરત યાત્રા માં….

જીંદગી ની આ અવિરત યાત્રા માં….
- ક્યારેક તમારા હાથે અમારી આંગળી પકડી છે
- ક્યારેક તમારા હાથે અમારી હથેળી જકડી છે
- ક્યારેક તમારા હાથે અમારી પીઠ થાબડી છે
પરિણામે અમે સદા ગતિશીલ રહીને
જીંદગી ની સફળતા માણી શક્યા છીયે
અને
નિષ્ફળતા નું સામૈયું પણ કરી શક્યા છીયે.
તેથીજ અમને સદા….તરસ છે… તડપ છે… તલપ છે…
આપના હાથ ની - આપના સાથ ની
એ હાથ નાં એ સાથ નાં સેતુ ઉપર
કદમ મુકી નેસદાય પ્રાર્થિયે છીયે કે…..
આપની જીંદગી ની હર પળ, હર ક્ષણ,
નુતન વર્ષ બની રહો.

પ્રભો અંતર્યામી

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.

પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

પિતા છે એકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકુળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

પિતા! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી! ધરું.