કોણે કીધું દુઃખની ભાષા રુદન છે
એ મારું હસવું પણ હોઇ શકે ..
‘નભ-ધરા’ તમારા માટે કવિતાના શબ્દો છે,
કોઈકનું તે ‘ઘર’ પણ હોઈ શકે !
સવાર ઊગે છે ને સાંજ ઢળે છે,
અત્યંત સ્વાભાવિક આ દિવસ છે
કોઈકને ઝૂરતી આંખો કંઈક બોલે છે
તેને માટે તે આખું વર્ષ પણ હોઈ શકે !
લખવો ને બોલવો સહેલો છે
અઢી અક્ષરનો એ શબ્દ છે
જરા એને દિલમાં ઉતારી જોજે
કદાચ કેટલીય જિંદગીઓ
એમાં સમેટાયેલી પણ હોઈ શકે?
તે ભાગે છે, પેલો દોડે છે
શું બસ આ જ જિંદગી છે..
આવી જાય હાથમાં ત્યારે આંખ ઉઘાડજે
કદાચ એ તારું સપનું પણ હોઈ શકે !
Showing posts with label કોણે કીધું દુઃખની ભાષા રુદન છે. Show all posts
Showing posts with label કોણે કીધું દુઃખની ભાષા રુદન છે. Show all posts
Wednesday, December 23, 2009
Subscribe to:
Posts (Atom)