મન મારુ ખાલી હતુ,
ખાલી મન મને પ્યારુ હતુ.
ન જાણે કોણ હતુ એ,
જે મનને સ્પર્શી ગયું,
મારુ ખાલી મન એ તો,
એના પ્યારથી ભરી ગયું,
હું અજાણ હતી પ્યારથી,
જાણ્યું જ્યારે પ્યાર કરી બેઠી,
મનની મુરાદો એમને કહી બેઠી,
રજની વાત ને ગજ કરી બેઠી,
મારા મને કશુંજ જાણ્યું નથી આ પ્યારમાં,
માત્ર આંસુ અને દર્દ જ છે આમાં
વર્ષો થી આ દુનિયા પ્યારની દુશ્મન છે,
સાચા પ્રેમ ની દુનિયામાં ન કશી કદર છે,
બે ઘડી નું મિલન બાકી,
જિંદગી ભર ની જુદાઈ છે,
શરુઆત પહેલાજ મારા,
આ પ્રેમ નો અંત છે,
કેવો કડવો વિરહ ભરેલો,
આ મનનો અનુભવ છે,
તેથી મન મારું જે ખાલી હતું,
તેજ ખાલી મન મને પ્યારું હતુ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment