પુરૂષો મગજ દોડાવ્યા વગર માત્ર
નજર દોડાવીને પ્રેમમાં પડી શકે
જ્યારે સ્ત્રીઓ માટે મગજ દોડાવ્યા વગર પ્રેમમાં પડવું અશક્ય છે
સ્ત્રીને પ્રેમમાં પડતાં, પ્રેમનો એકરાર
કરતા અને પ્રેમમાંથી પાછળ હઠતાં ખાસ્સો સમય લાગતો હોય છે, જ્યારે યુવાન ઘડીના છઠ્ઠા ભાગમાં પ્રેમમાં પડી જાય અને પલકવારમાં એની દુનિયા રંગીન થઈ જાય
આજે સવાર સવારમાં એક વાર્તા યાદ આવી છે. એક યુવાન એક સાથે ત્રણ યુવતીઓ સાથે ‘ડેટિંગ’ કરતો હતો. (સ્ત્રીઓ મનોમન વિચારશે કે એક સાથે ત્રણ વ્યક્તિ જોડે કેવી રીતે ‘ડેટીંગ’ થાય અને પુરુષો વિચારશે કે ‘લકી મેન’ !!) સમય જતાં યુવાનને થયું કે હવે એણે આ પૈકી એકયુવતી સાથે લગ્ન કરી લેવા જોઈએ (વાર્તા છે એટલે આ ત્રણ પૈકી બાકી, હવે આ બઘું છોડીને મારે સારી છોકરી શોધીને પરણી જવું જોઈએ !), પરંતુ કોની સાથે ?! યુવાને અક્કલ દોડાવી, આ ત્રણે’યને હું પચ્ચીસ પચ્ચીસ હજાર આપું અને જોઊં કે તેઓ એનો ઉપયોગ કેવી રીતે કરે છે. બસ, આ ઉપયોગના આધારે તે જીવનસાથીની પસંદગી કરશે તેમ વિચારીને એણે ત્રણે’યને પચ્ચીસ પચ્ચીસ હજાર રૂપિયા આપ્યાં.
પહેલી યુવતીએ પચ્ચીસ હજાર વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ ખર્ચ્યા, વસ્ત્રો અને આભૂષણો ખરીદ્યા.
પોતાનો દેખાવ એકદમ સુંદર અને આકર્ષક બનાવીને તે યુવક સામે હાજર થઈ. એણે યુવકને કહ્યું કે યુવકને પુષ્કળ પ્રેમ કરે છે અને પોતે યુવકને આકર્ષક લાગે માટે આ બધા પૈસા ખર્ચ્યા છે.
બીજી યુવતી પૈસા લઈને વિવિધ શોપીંગ સેન્ટરોમાં ગઈ. ત્યાંથી તેણે યુવક માટે ભાત-ભાતની વસ્તુઓ જેવી કે, કપડાં, બેલ્ટ, ઘડિયાળ,શુઝ વગેરે ખરીદ્યા. એણે યુવકને કહ્યું કેતે યુવકને અનહદ પ્રેમ કરે છે અને માટે એના તમામ પૈસા એણે યુવક માટે વાપર્યા.
ત્રીજી યુવતીએ તો વળી કંઈક જુુદું જ કર્યું. એણે આપૈસાનું રોકાણ કર્યું અને તેમાંથી પૈસા કમાઈ, પૈસા કમાયાપછી એણે યુવકને તેના પચ્ચીસ હજાર પાછા આપ્યા અને બાકીના કમાયેલા પૈસા બેંકમાં જમા કરાવ્યાં.
એણે યુવકને કહ્યું કે આ પૈસા એણા બંનેના ભવિષ્ય માટે બચાવ્યા છે કારણ કે એ યુવકને ખૂબ પ્રેમ કરે છે અને તેનીસાથે સહજીવનનું સ્વપ્ન સેવે છે.
બોલો, યુવકે લગ્ન માટે આ ત્રણમાંથી કોને પસંદ કરી હશે ??
યુવકે આ ત્રણમાંથી જે દેખાવમાં સૌથી સુંદર દેખાતી યુવતી હતી તેની સાથે લગ્ન કર્યા !
વાર્તાનો મર્મ એટલો જ કે પુરૂષોને મન સ્ત્રીના દેખાવનું સૌથી વઘુ મહત્ત્વ હોય છે.
સૈઘ્ધાંતિક રીતે (થીયોરેટીકલી) સ્ત્રીનો પ્રેમ, સંભાળ, સ્વભાવ કે આવડતને મહત્વની ગણાવતો પુરૂષ પણ વાસ્તવિક રીતે (પ્રેકટીકલી) દેખાવ પાછળ જ જાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રીનો સ્વભાવ કે આવડત એના મનમાં વસે કે ન વસે, એનો દેખાવ એની નજરમાં ચોક્કસ વસવો જોઈએ.
લો, કેવી વાતકરો છો રોજ જેનો ચહેરો જોવાનો છે તેનોદેખાવ તો મનમાં વસવો જોઈએ ને ?! વાત, માત્ર જીવનસાથી પૂરતી હોય તો આ દલીલ હજી સમજી શકાય એવી છે. પરંતુ આ તો દરેક ક્ષેત્રમાં જોવા મળતી વાત છે.
સ્ત્રીઓને નોકરી મેળવવામાં પણ આવડતની સરખામણીએ દેખાવ કેમ નથી આવતો ?! શા માટે પુરૂષોના અંગત ઉપયોગના સાધનોની જાહેરાતમાં આકર્ષક સ્ત્રી મોડેલો હોય છે ?! પુરૂષોની આ સ્વભાવગત નબળાઈ નહોત તો સૌંદર્ય પ્રસાધનોનો આટલો ભાવ કોણ પૂછતું હોત ?!
સૌંદર્ય સ્પર્ધાઓ કે માદક આઈટમ નંબરોનું શું મહત્ત્વ રહી જાત ?!
ઠીક છે, આ બધી વાતો તો આપણે ક્યારેક ક્યાંક ને ક્યાંક કરી પણ હશે પરંતુ મારે આજે આ સંદર્ભમાં બીજી એક વાત કરવી છે. પુરૂષોને મન સ્ત્રીઓના દેખાવનું આટલું બઘું મહત્ત્વ હોવાને કારણે પુરૂષો માટે સ્ત્રી વિશે કંઈ પણ જાણ્યા વગર પ્રેમમાં પડવું શક્ય છે. જ્યારે સ્ત્રી માટે આ અશક્ય બાબત છે. માત્ર દેખાવથી જ આકર્ષાઈ જવાની સ્વભાવગત નબળાઈને લઈને પુરૂષોના મનમાં પ્રેમના આવેગો જેટલી ઝડપથી ઉભરાઈ આવે છે તેનાથી પાંચમા ભાગની ઝડપથી પણ સ્ત્રીના મનમાં ઉભરાઈ નથી આવતાં.
સ્ત્રીને પ્રેમમાં પડતાં, પ્રેમનો એકરાર કરતા અને પ્રેમમાંથી પાછળ હઠતાં ખાસ્સો સમય લાગતો હોય છે, જ્યારે યુવાન ઘડીના છઠ્ઠા ભાગમાં પ્રેમમાં પડી જાય અને પલકવારમાં એની દુનિયા રંગીન થઈ જાય. યુવતીવિશે કંઈ પણ ન જાણતો હોય તેમ છતાં એ તેના પ્રેમમાં પડી જાય અને પલકવારમાં એની દુનિયા રંગીન થઈ જાય. યુવતી વિશે કંઈ પણ ન જાણતો હોય તેમ છતાં એ તેના પ્રેમમાં પડી શકે. જ્યારે યુવક વિશે કંઈ પણ ન જાણતી હોય તો, યુવતી એના પ્રેમમાં ન પડી શકે. પુરૂષો મગજ દોડાવ્યા વગર માત્ર નજર દોડાવીને પ્રેમમાં પડી શકે, જ્યારે સ્ત્રીઓ માટે મગજ દોડાવ્યા વગર પ્રેમમાં પડવું અશક્ય છે.
તે સંબંધમાં આગળ વધતા પહેલા ઘણું ય ચિંતન કરી ચૂકી હોય છે. પુરૂષ કહે કે બસ એમ જ પ્રેમ થઈ ગયો,તો શક્ય છે. પરંતુ સ્ત્રી કહે તો એ શક્ય નથી. સ્ત્રીના એકરાર પાછળ ઘણું ચિંતન, વિશ્વ્લેષણ, લાગણીઓ વગેરે (અને હવે તો ગણતરીઓ પણ) સંકળાયેલી હોય છે. એવું નથી કે પુરૂષોને સ્ત્રીઓની સમજણ, સ્વભાવ, આવડત કે બુદ્ધિનું મહત્ત્વ નથી પરંતુ કમનસીબે આ મહત્ત્વ સમજાય ત્યાં સુધીમાં પસંદગીનો તબક્કો ક્યાંય પૂરો થઈ ગયો હોય છે ! અને વઘુ કમનસીબ બાબત એ છે કે ફરી પસંદગી કરવાની આવે ત્યારે પણ એકડે એકથી જ વાત શરૂ થાય છે !!
પૂર્ણ વિરામ ઃ પુરૂષનો પ્રેમ હવાઈ માર્ગે આવે છે - સડસડાટ ઉપડે અને ઉન્માદમાં ઉડે. જ્યારે સ્ત્રીનો પ્રેમ દરિયાઈ માર્ગે
આવે છે. ધીમે ધીમે ઉપડે અને ઉંડાઈ માપતો આગળ વધે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment